Billboard ad 1150*250 Billboard ad 1150*250

નર્મદા કેનાલમાંથી પાણી ચોરી, તંત્રએ ગેરકાયદેસર કનેકશનો સામે કરી લાલ આંખ

ગઈકાલે ખેડૂતોની રજૂઆત બાદ તંત્રએ આળસ ખંખેરી, કનેકશનો કાપવાની કરી શરૂઆત

મોરબી જીલ્લાના ખેડૂતોએ સોમવારે ત્રણ ધારાસભ્યોને સાથે રાખીને કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો અને નર્મદા કેનાલમાંથી પાણીની માંગ કરી હતી ત્યારે નર્મદા કેનાલમાં સિરામિક એકમો દ્વારા લેવાયેલા ગેરકાયદેસર કનેક્શન કાપવાની ખાતરી બાદ તંત્રએ કાર્યવાહી આરંભી છે

મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ખેડૂતોની સિંચાઈના પાણીની ઉગ્ર માંગને પગલે તંત્ર જાગ્યું હતું ગઈકાલે રજૂઆત બાદથી જ નર્મદા નિગમ દ્વારા ગેરકાયદેસર કનેકશનો કાપવામાં આવ્યા હતા જેમાં નર્મદા નિગમના અધિકારી જે.એમ. હાલાની ટીમ દ્વારા ઘૂટું, વાંકડા, નજીક આવેલી સિરામિક ફેકટરીઓ દ્વારા નર્મદા કેનાલમાં લીધેલા ગેરકાયદેસર કનેકશનો કાપવામાં આવ્યા હતા અને આજે બપોર સુધીમાં ૧૮ ગેરકાયદેસર કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતા અને આ કામગીરી ચાલુ જ હોવાનું અધિકારી જણાવી રહયા છે તેમજ હજુ જેટલા ગેરકાયદેસર કનેકશનો માલૂમ પડશે તે કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવશે

મોરબી પાણી પુરવઠા બોર્ડ, નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આજે ભૂતિયા કનેકશનો શોધી કાઢવા માટે કેનાલ વિસ્તાર ખુંદી નાખવામાં આવ્યો હતો અને માંડલ હેડ વર્કસથી ૧૪ ગામોને પાણી પહોંચાડવા માટે લાઈન ચેકિંગ કરવામાં આવતા સિરામિક ફેકટરીઓ, હોટલ અને પેટ્રોલપંપ સહિતના સ્થળોએ લીધેલા ગેરકાયદેસર કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતા અને ઝુંબેશ ચાલુ રાખી પાણી ચોરી રોકવા સઘન પગલા ભરવાની અધિકારીઓએ ખાતરી આપી હિત

Comments
Loading...
WhatsApp chat