Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નીચી માંડલ ગામેથી વધુ એક બોલેરો કારની ચોરી

મોરબી પંથકમાં બોલેરો કાર ચોરી કરતી ગેંગ સક્રિય હોય વધુ એક બોલેરો કારની ચોરી થઇ છે જેમાં નીચી માંડલ ગામમાંથી બોલેરો કાર ચોરી થયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના નીચી માંડલ ગામના રહેવાસી ભરતભાઈ રબારીએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા ઈસમો ગત રાત્રીના તેની પાર્કિંગમાં પડેલી બોલેરો કાર નં જીજે ૦૩ એએક્સ ૨૭૩૪ સફેદ કલરની કીમત રૂ ૨.૨૫ લાખ વાળી ચોરી કરી ગયા છે પોલીસે બોલેરો કાર ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat