Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સ્કાય મોલ પાસે કારનો કાચ ફોડી લેપટોપ સહીત ૯૩ હજારની ચોરી

મોરબીના શનાળા રોડ પરના સ્કાય મોલ નજીકની સોસાયટીમાં પાર્કિંગ કરેલી કારના કાચ ફોડી અજાણ્યા ઈસમો લેપટોપ અને બ્લુ ટુથ સ્પીકર સહીત ૯૩ હજારની મત્તા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના શનાળા રોડ પરની શિવમ સોસાયટીના રહેવાસી જીતેન્દ્રસિંગ અવતારસિંગ ગીલ નામના શીખે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે તે પોતાની ઓફીસથી પરત ફર્યા બાદ તેના ઘર પાસે સ્વીફ્ટ કાર નં જીજે ૩૬ બી ૭૭૭૭ પાર્ક કરી હોય જે કારમાં લીનોવો લેપટોપ અને બ્લુ ટુથ સ્પીકર પડ્યું હોય અને રાત્રીના સમયે અજાણ્યા ઇસમોએ ગાડીના કાચ ફોડી કારમાંથી લેપટોપ અને બ્લુ ટુથ સ્પીકર સહીત ૯૩ હજારની મત્તા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે

મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીમાં વધતા ચોરીના બનાવો પોલીસની નાઈટ પેટ્રોલિંગ કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત થાય છે

Comments
Loading...
WhatsApp chat