Billboard ad 1150*250

હળવદના જુના દેવળિયા ગામે રહેણાંક મકાનમાં ચોરી કરનાર શખ્સો ઝડપાયા

0 191
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હળવદના જુના દેવળિયા ગામે રહેણાંક મકાનમાંથી અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહીત ૬૦ હજારની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ હતી જે મામલે મોરબી એલ.સી.બી ટીમે બે શખ્સોને ઝડપી પાડીને મુદામાલ જપ્ત કર્યો હતો.

મળતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે હાઈસ્કુલ સામે રહેતા સુનીલભાઈ બચુભાઈ કોળીના રહેણાંક મકાનમાં ગત તા.૨૪ ના રોજ રાત્રીના સમયે કોઈ ઇસમોએ મકાનમાં પ્રવેશી તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત ૬૦,૦૦૦ ની ચોરી થઇ હોવાની સુનીલભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચના હેઠળ મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બે શંકાસ્પદ ઇસમનો જણાતા તેની પુછપરછ કરતા તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ બે હજાર મળી આવતા બંને શખ્સો દિનેશભાઈ મગનભાઈ નાયકા તથા રંગેશભાઈ વેચાણભાઈ નાયકા બંને રહે- લુણી તા. છોટા ઉદેપુર અને હાલ જુના દેવળિયા વાળાએ હળવદના જુના દેવળિયા ગામે ચોરીની કબુલાત આપતા તેને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ૨૦૦૦ કુલ મળી રૂ.૬૦૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો

મોરબી એલ.સી.બી. ટીમની આ કામગીરીમાં ચંદુભાઈ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, ઇસ્વરભાઈ કલોતરા, સંજયભાઈ મૈયડ, ચંદ્રકાંતભાઈ વામજા, સંજયભાઈ પટેલ, ભરતભાઈ જીલરીયા, યોગેશદાન ગઢવી, ભરતભાઈ મિયાત્રા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર અને જયેશભાઈ વાઘેલાએ કરેલ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat