



ટંકારાના હીરાપાર ગામે રહેણાંક મકાનમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી થયાની ફરિયાદ ટંકારા પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ટંકારાના હીરાપર ગામના વતની અને હાલ અમદાવાદ રાજીવનગર વિભાગ-૨ માં રહેતા બાબુલાલ કારુભાઈ સારેસા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૪ ના સવારના દસેક વાગ્યા પહેલા ફરિયાદી બાબુલાલના મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી ધરના હોલમાં રાખેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર કીમત રૂ.૫૦૦૦ ચોરી કરી કોઈ અજાણ્યો ઇસમ લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે