મોરબીના નીચી માંડલ ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, cctv footage

ત્રણ થી ચાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે તપાસ ચલાવી

મોરબી પંથક તસ્કરો માટે રેઢું પડ હોય તેમ અનેક વખત તસ્કરો તરખાટ મચાવતા હોય છે વાહનચોરી અને ઘરફોડ ચોરી સામાન્ય બની ગઈ હોય તેમ ગત રાત્રીના તસ્કર ટોળકીએ તરખાટ મચાવીને નીચી માંડલ ગામ નજીકના કોમ્પ્લેક્ષમાં આવેલી નવ દુકાનોમાંથી ચોરી કરી નાસી ગયા છે

મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલા બાપા સીતારામ કોમ્પ્લેક્ષની નવ દુકાનમાં તસ્કરોએ તાળા તોડ્યા હતા અને નવ દુકાનોમાં હાથફેરો કરવામાં આવ્યો હતો જેમાં કોમ્પ્લેક્ષમાં આવેલી બે મોબાઈલ દુકાનો તેમજ એક વાણંદની દુકાન, કરીયાણા દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો જેમાં કરીયાણા દુકાનમાંથી પરચુરણ હાથ લાગી હતી જોકે બે મોબાઈલ દુકાનના તાળા તોડી તસ્કરો મોબાઈલ, ચાર્જર અને પાવર બેંક ચોરી કરી ગયા છે તો સવારે ચોરીના બનાવની જાણ થતા તાલુકા પીએસઆઈ એન જે રાણા સહિતની તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મોબાઈલ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ થયા છે જે ફૂટેજને આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે તો હજુ સુધી બનાવ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

Comments
Loading...
WhatsApp chat