મોરબી પુસ્તક પરબ ટીમના યુવાનો જુનાગઢ સાહિત્યોત્સ્વમાં ભાગ લેશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સિરામિક નગરી તરીકે પ્રખ્યાત થયેલુ મોરબી હવે પુસ્તક પરબ, સાહિત્ય સ્પંદન જેવા ગૃપ થકી સાહિત્ય નગરી તેમજ પુસ્તક નગરી તરીકે સમગ્ર ગુજરાત સમક્ષ ઉભરી રહ્યું છે ત્યારે મોરબી માટે વધુ એક આનંદના સમાચાર છે. આગામી 10,11 અને 12 ઓગષ્ટના રોજ જુનાગઢ ખાતે ભવ્ય સાહિત્યોત્સવનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતના ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત વક્તાઓના વિવિધ વિષયો પર અલગ અલગ સત્ર રાખવામાં આવેલ છે. જેમાં પુસ્તક પરબ મોરબીને પણ આયોજકો દ્વારા આ કાર્યક્રમમાં આવી મોરબી પરબની સફળતા વિશે તેમજ પુસ્તકો વિશે સત્ર રજૂ કરવા માટે આમંત્રણ મળેલ છે. આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી ટીમ પુસ્તક પરબ આગામી સાહિત્યોત્સવમાં ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં મોરબી પુસ્તક પરબ વિશે વાત કરશે. આ સત્રમાં પરબ ટીમ વતી નીરવ માનસેતા, કવિ જલરૂપ તેમજ જનાર્દન દવે મોરબીનુ પ્રતિનિધિત્વ કરશે. માતૃભાષા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં પુસ્તક પરબ ચાલે છે. જે દર મહિનાના પહેલા રવિવારે લોકોને મૂલ્યવાન પુસ્તકો ફ્રી વાચવા માટે આપે છે. મોરબીમાં સરદાર બાગ ખાતે પુસ્તક પરબ ચાલે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલતા 175 જેટલા પુસ્તક પરબના કેન્દ્રોમાં હાલ મોરબી પ્રથમ નંબરે છે જે આપણા માટે આનંદ તેમજ ગર્વની વાત છે.

Comments
Loading...
WhatsApp chat