Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના રામાપીર મંદિર નજીકના રહેવાસી શંકર બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૪) નામના યુવાને આજે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે. સો ઓરડી વિસ્તારના રામાપીર મંદિર નજીક રહેતો શંકર બાબુભાઈ ચૌહાણ નામના યુવાને બપોરના સમયે ઉમા મોટર કારખાનાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવાવધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat