મોરબીના ત્રાજપરમાં યુવાન ઝેરી દવા પી ગયો, સારવાર પૂર્વ જ મોત

મોરબીના ત્રાજપરમાં ગત રાત્રીના સમયે યુવાન પોતાના ઘરે ઝેર્રી દવા પી જતા તેણે સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું.

ત્રાજપર વિસ્તારમાં રહેતા દીપકભાઈ સવજીભાઈ કોળી (ઊવ ૨૩) નામનો યુવાન રાત્રીના સમયે કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું મૃતક યુવાન દીપક કોળી કરીયાણા દુકાનમાં નોકરી કરતો હતો અને પત્ની અગિયારસ કરવા પિયર ગઈ હોય ત્યારે રાત્રીના ઘરે જમીને પોતાના રૂમમાં દવા પી ગયો હતો

જોકે ક્યાં કારણોસર યુવાને દવા પીધી તે જાણી સકાયું નથી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ આઈ.ટી. જામ ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat