


મોરબીના જેતપર-પીપળી રોડ પર સાંજના સમયે આઈસર ટ્રકે બાઈક ચાલકને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ મામલે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબી પોલીસ ફારીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને મૂળ ગાળાના ગામના વતની જીવરાજભાઈ વસરામભાઈ દલસાણીયા (ઉ.૬૦) ના દીકરા ચિરાગ (ઉ.૨૯) સાંજના સમયે પોતાનું મોટર સાઇકલ લઈને જતા હોય દરમિયાન જેતપર-પીપળી રોડ રોડ પર તિરુપતિ સિરામિક એકમ સામે આઈસર જીજે ૩૬ પી ૯૦૫૭ વાળાએ ચીરાગને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ પી.એમ.સોલંકી ચલાવી રહ્યા છે.

