વાવડી ચોકડીએ બાઈક ચાલક સાથે આખલો અથડાતા યુવાન ઘવાયો

મોરબીના વાવડી ચોકડી પાસે સાંજના સમયે બાઈક લઇ ને જતા યુવાન સાથે આખલો અથડાતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

બનાવની મળતી વિગત મુજબ મોરબીના નાની વાવડી ગામે રેહતા કાચા ધવલ વલ્લભભાઈ (ઉ.વ.૨૬ ) કોઈ કામ સબબ લાલપર બાઈક પર ગયો હતો ત્યાંથી તે સાંજના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે વાવડી ચોકડી પાસે આખલાએ તેના બાઈક ને ઠોકર મારતા ધવલ ગભીર રીતે ઘવાયો હતો

જેને સારવાર માટે હોસ્પ્તીલ ખસેડવામાં આવ્યો હતો અને સદનસીબે તેની બાઈકમાં સવાર બે વર્ષ બાળકને કોઈ ઈજા થઇ નથી પણ રખડતા પશુઓ ને લીધે અગાઉ પણ કેટલક લોકોના જીવ ગયા છે કેટલાય લોકોને ઈજા થઇ છે પણ તંત્ર તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી જેના લીધે આવા બનાવો અવારનવાર બનતા રહે છે તો આ રખડતા પશુઓને યોગ્ય નિકાલ થવો જોઈએ તેવી લોકો માગ ઉઠવા પામી છે

Comments
Loading...
WhatsApp chat