

વાંકાનેર તાલુકાના તીથવા ગામથી ટોળ જવાના રસ્તે ઢોર સાઈડમાં કરવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.
તિથવા ગામ થી ટોળ ગામ જવાના રસ્તે અયાજભાઈ અબ્દુલભાઈ વકાલીયા (ઉ.૧૯) જતા હોય દરમિયાન મયુરભાઈ ભગવાનજીભાઈ ભરવાડ ગાયો-ભેંસો રસ્તાની સાઇડમા કરવાનુ કહેતા જે મયુરભાઈને સારૂ નહી લાગતા જેમ ફાવેતેમ ગાળૉ આપી લાકડી વતી આયાજભાઈને ડાબા હાથમા બાવડાના ભાગે તથા જમણા હાથે પંજામા મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.