Billboard ad 1150*250 Billboard ad 1150*250

યુવાન નમાજ પઢવા ગયો, મસ્જિદ નજીક પાર્ક કરેલું બાઈક ચોરાયું

ટીમ્બડી નજીકથી અન્ય એક બાઈક ચોરી થયાની ફરિયાદ

માળિયા પંથકમાં નમાજ પઢવા માટે ગયેલા યુવાનનું બાઈક ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જયારે મોરબીના ટીમ્બડી નજીકથી બાઈક ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

માળિયાના રહેવાસી શકીલ યાસીન મોવરે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના રોજ સવારે ૧૦ ના સુમારે તે મસ્જીદમાં નમાજ પઢવા માટે ગયા હોય દરમિયાન તેનું મોટરસાયકલ પાર્ક કરેલું પડ્યું હતું જે બાઈક નં જીજે ૦૩ એફએસ ૮૩૫૯ કીમત રૂ. ૨૫ હજાર વાળું અજાણ્યો ઇસમ ચોરી ગયો છે માળિયા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

જયારે મૂળ રાપરના રહેવાસી અને હાલ મોરબીના વિદ્યુતનગરમાં રહેતા પ્રકાશ બુધાભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે ટીમ્બડી પાટિયા નજીક સહકાર ચેમ્બર પાસેથી તેનું બાઈક જીજે 12 સીએલ 1031 કિંમત 10 હજાર વાળું કોઈ ચોરી કરી ગયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat