સામું જોવા બાબતે મોરબીમાં યુવાનને છરીના ઘા ઝીંકી દેવાયા

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રાત્રીના યુવાનને સામાન્ય બાબતે બોલાચાલીના ઘા ઝીક્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

માટી વિગત મુજબ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સાહિલ મામદભાઈ બ્લોચ (ઉ.૨૦)વાળાને તે જ વિસ્તારમાં રહેતા સરફરાજ ઉર્ફે બાડો સલીમભાઈ ચાનિયા સાથે સવારે સામું જોવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને સાહિલ કબીર ટેકરી પાસે આવેલ રામાપીરના મંદિર નજીક હોય ત્યારે સરફરાજે આવીને ગાળો દઈને ડાબા પડખામાં છરીનો ઘા મારી ઈજાઓ કરી હોવાની ફરિયાદ સાહિલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat