



વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે અગાઉ થયેલ મારામારીનો ખાર રાખી પાંચ જેલતા શખ્સોએ યુવાનને લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે રાજેશ પ્રેમજી કોળી તેના કુટુંબી સાથે ફરી રણછોડ પ્રેમજીભાઈ કોળીને ત્રણ વર્ષ આગાઉ મારામારી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી રાજેશ પ્રેમજી કોળી, ભાવેશ મનસુખ કોળી, મનજી પ્રેમજી કોળી, વિપુલ મનસુખ કોળી અને વિજય મગન કોળીએ સંપ કરી છકડો રિક્ષામાં આવી લોખંડના પાઈપ વડે ફરી રણછોડભાઈને માથામાં થતા ગાલ પર અને પગમાં ફેકચર જેવી ઈજાઓ કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વવધુ તપાસ હાથ ધરી છે.



