

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં જયંતીભાઈ(જેનો) દેવસીભાઈ ચૌહાણ લાલપર ગામ નજીક ફેમસ સિરામિક પાસે હોય ત્યારે આરોપી અશોક કોળી,કાનો રાવલ,સંજય નાગજીભાઈ અને અન્ય એક અજાણ્યા ઇસમ આવીને કહ્યું કે દારૂ બાબતે માં શું લપ હતી તેમ કહી ઉશ્કેરાય જઈને સામસામે ગાળો બોલવા લગતા અશોક કોળીએ લોખંડના પાઈપ વડે માર મારી તેની સાથે રહેલા કાનો રાવલ એ તેની પાસે રહેલ કુહાડીથી ધા મારતા જયંતીભાઈને ડાબા હાથની કોણી પાસે ઈજા પહોચાડી હતી તથા સંજય નાગજીભાઈ અને અન્ય એક અજાણ્યા ઇસમે લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોધાવી છે.આ મામલે મોરબી તાલુકા પોલીસે જયંતીભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.