મોરબીના યુવાનને વીજશોક લાગ્યો, રાજકોટ સારવાર દરમિયાન મોત

મોરબીના શનાળા ગામના યુવાનને વીજશોક લાગતા તેને મોરબી બાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે

મોરબીના શકત શનાળાથી પંચાસર જવાના રસ્તે આવેલા હીરાભાઈના કારખાનાથી આગળના ભાગે ગત તા. ૧૯ ના રોજ શનાળા ગામના રહેવાસી કિશન ભીમસિંગ કટારા (ઉવ ૩૫) નામના યુવાનને વીજશોક લાગ્યો હોય જેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat