Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા હાઈવે પર ટ્રકની ઠોકરે યુવાનનું મોત, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના નાની વાવડી ગામ નજીક માળીયા હાઇવે પર રાત્રીના કારને પાછળથી ટ્રકે ઉલાળતાં કાર ચાલક નાની વાવડીના કડવા પટેલ યુવાન અને તેના મિત્રને ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત કારચાલક યુવાનને રાજકોટ ખસેડાયો હતો. તેનું મોત નિપજતાં બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા અકીલા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ નાની વાવડી રહેતો અને ઓમ શાંતિ સ્કૂલની બસનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો કિશોરભાઇ ઠાકરશીભાઇ રાજપરા (ઉ.૩૫) નામનો કડવા પટેલ યુવાન અને તેનો મિત્ર વિજય લક્ષમણભાઇ પટેલ (ઉ.૩૨) સાંજે કામ સબબ માળીયા ગયા હતાં. ત્યાંથી આઠેક વાગ્યે બંને પર કારમાં બેસી પોતાના ગામ જઇ રહ્યા હતાં ત્યારે ગામ નજીક માળીયા હાઇવે પર કારને પાછળથી ટ્રકે ટક્કર મારતાં બંને મિત્રોને ઇજા થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જેમાંથી કિશોરભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ વિશેષ સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિનું નામ છાંયાબેન છે અને તેનું માવતર રાજકોટ પાંજરાપોળ પાસે છે. બનાવથી કડવા પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

Comments
Loading...
WhatsApp chat