મોરબીના પુલ પરથી યુવાને નીચે ઝંપલાવ્યું, જાણો પછી શું થયું ?

 

ઓદ્યોગિક નગરી મોરબીમાં આપઘાતના બનાવોમાં વધારો જોવા મળે છે વિવિધ કારણોસર યુવાનથી લઈને વયોવૃદ્ધ આયખું ટૂંકાવી લેતા હોય છે ત્યારે આજે મોરબીના પુલ પરથી એક યુવાને આપઘાતના ઈરાદે નીચે ઝંપલાવ્યું હતું જોકે સદનસીબે યુવાન બચી જવા પામ્યો છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પુલ પરથી એક યુવાને નીચે ઝંપલાવ્યું હતું જે બનાવની જાણ થતા મોરબી ૧૦૮ ટીમના પાયલટ ગૌતમ મકવાણા અને ઇએમટી કલ્પેશ પરમારની ટીમ દોડી ગઈ હતી અને પુલ પરથી કુદકો લગાવનાર યુવાન સદનસીબે બચી ગયો હોય જેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે ૧૦૮ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવાન યશ રમેશ ચૌહાણ (ઉ.વ.૨૧) રહે મૂળ ધ્રાંગધ્રા હાલ મોરબી યશ સ્કૂલ પાછળ વાળો હોવાનું જાણવા મળ્યું છે જે બનાવની જાણ થતા પોલીસ ટીમ પણ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat