Billboard ad 1150*250 Billboard ad 1150*250

લખધીરપુર રોડ પર કેનાલમાં ન્હાવા ગયેલો યુવાન ડૂબી ગયો, કરુણ મોત

મોરબી નજીકથી પસાર થતી કેનાલમાં અવારનવાર ન્હાવા ગયેલા પરપ્રાંતીય શ્રમિકોના અકસ્માતે મૃત્યુ થતા હોય છે જેમાં ગઈકાલે ન્હાવા ગયેલા યુવાન કેનાલમાં તણાઈ જતા તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો

મોરબીના લખધીરપુર રોડ પરના સીઝર સિરામિકમાં રહીને મજુરી કરતા મૂળ રાજસ્થાનના વતની વીરેન્દ્ર વિઠ્ઠલ ખવાસ (ઉ.વ.૩૫) નામના યુવાનને તરતા ના આવડતું હોય છતાં કેનાલમાં ન્હાવા માટે ગયો હોય જ્યાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat