Billboard ad 1150*250 Billboard ad 1150*250

ન્હાવા ગયેલો યુવાન ડૂબી ગયો, ૧૭ કલાક શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

મોરબીના ટીંબાવાડી મેલડી મંદિર નજીક નદીમાં ન્હાવા ગયેલા ત્રણ મિત્રોમાંથી એક યુવાન પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું અને ૧૭ કલાક બાદ તેનો મૃતદેહ આખરે મળી આવ્યો હતો.

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પરની ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીક રહેતો અને મજુરી કામ કરતો છગન ગોવિંદ ડાભી નામનો અનુ.જાતીનો યુવાન ગઈકાલે તેના બે મિત્રો સાથે ત્રણેય ટીંબાવાડી મેલડી મંદિર નજીકની નદીમાં ન્હાવા ગયા હતા જ્યાં નાહી રહેલા ત્રણ મિત્રો પૈકી છગન ડાભી નામનો યુવાન ડૂબવા લાગતા બંને યુવાનોએ અન્યને જાણ કરી હતી અને ડૂબતા યુવાનને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા જોકે મોડી રાત્રી સુધી ડૂબેલા યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો

સવારે ફાયરની ટીમની મદદથ શોધખોળ ચલાવી હતી જોકે ૧૭ કલાકને અંતે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. બી ડીવીઝન પોલીસના ઈમ્તિયાઝ જામ અને ઋતુરાજસિંહ આ અંગે વધુ તપાસ ચલાવી રહયા છે.

Comments
Loading...
WhatsApp chat