



મોરબીના રંગપર ગામ નજીકથી એક યુવાન ગુમ થતા તેને ભાઈએ પોલીસને જાણ કરી છે તો વાંકાનેરના લાકડાધાર નજીક ફેકટરીમાં રહેતા પિતાએ પિતાની દીકરી ગુમ થયા અંગે પોલીસને જાણ કરી છે
મોરબીના રંગપર બેલા ગામ નજીક રહેતા મૂળ ધ્રાંગધ્રા તાલુકાના નરેળીના વતની રામજીભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૩૩) તાલુકા મથકમાં જાણ કરી છે કે ગુમ થનાર પ્રેમજીભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૨૨) જમવા જાઉં છું કહી નીકળ્યા બાદ પરત ફર્યા નથી જે ગુમ થયાની પોલીસમાં જાણ કરી છે
જયારે વાંકાનેર નજીકના સ્ક્રોવેર સેનેટરી કારખાનામાં કામ કરતા અશોકભાઈ પાલાભાઇ પરમાર (ઉ.વ.૪૨) વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરી છે કે ગુમ થનાર ભાનુ ઉર્ફે હિનું (ઉ.વ.૧૯) નામની તેની દીકરી લાકડાધાર ગામની બાજુમાં આવેલ સેનેટરી કારખાનાની ઓરડીમાંથી કોઈ ને કહ્યા વિના જતી રહી છે



