


મોરબીમાં અષાઢી બીજ નિમિતે લુહાર સમાજ દ્વારા બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને લુહાર સમાજની વાડી ખાતે પૂર્ણ થઇ હતી.
મોરબી લુહાર સમાજ દ્વારા અષાઢી બીજ નિમિતે બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.લુહાર સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં અવાયું હતું જે શોભાયાત્રા શનાળા રોડ થી શરુ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લુહાર સમાજની વાડીએ પૂર્ણ થઇ હતી.શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કર્યું હતું.આ શોભાયાત્રાને સફળ બનવવા માટે લુહાર સમાજ અને વિશ્વકર્મા ફાઉન્ડેશનના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

