Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના ટીકર ગામે તળાવનું કામ થયું નથી, બારોબાર ૧૦ લાખનું બીલ ચૂકવાયું

ગામના સરપંચે કરી મુખ્યમંત્રીને રજૂઆત

 

 

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોય જે મામલે નિવૃત મદદનીશ ઈજનેર સહિતના બે સામે ફરિયાદ બાદ બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જોકે ભ્રષ્ટાચારના ખુલાસા ત્યારબાદ પણ ચાલુ જ છે જેમાં હળવદના ટીકર ગામમાં તળાવ કામ થયા વિના જ ૧૦ લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે

હળવદના ટીકર (રણ) ગામના સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે નાની સિંચાઈ યોજનામાં અવડાસર તેમજ શીહારનું તળાવ ઊંડું ઉતારવાનું કામ મંજુર થયેલ જેમાં અવડાસરનું તળાવ ઊંડું ઉતાર્યા વગર તેમજ સરપંચને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર બારોબાર આશરે ૧૦ લાખ રૂપિયાનું ચુકવણું કરવામાં આવેલ છે પરંતુ તપાસ કરતા કોઈપણ પ્રકારના કામ થયા નથી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે

તો આ ગેરરીતિની તપાસ કરવામાં આવે તેમજ શીહારનું તળાવ ઊંડું ઉતારવાનું કામમાં કોઈપણ પ્રકારનુ કામ થયું નથી તો ૧૨.૭૫ લાખ રૂપિયા તેની યોગ્ય તપાસ કર્યા પછી ચુકવવામાં આવે અને યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે

 

 

 

Comments
Loading...
WhatsApp chat