Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પંચાસર ગામે રાજપૂત બાળાઓનો અદભુત તલવાર રાસ, Video

તલવાર રાસ નિહાળી દર્શકો મંત્રમુગ્ધ બન્યા

માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા નિમિતે મોરબી શહેરમાં રાસ ગરબાની રમઝટ જામી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાચીન ગરબીઓની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નજીકના પંચાસર ગામમાં બાળાઓએ તલવાર રાસ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા

મોરબી નજીકના પંચાસર ગામે આયોજિત શક્તિ ગરબી મંડળમાં રાજપૂત સમાજની ૨૫ દીકરીઓએ અદભુત તલવાર રાસ રજુ કર્યો હતો રાજપૂત સમાજની ૨૫ દીકરીઓના ગ્રુપ રજુ કરેલા તલવારરાસને નિહાળી દર્શકો અભિભૂત થયા હતા અને લોકોએ ખુશીઓથી તાળીઓ વગાડીને તલવાર રાસને વધાવી લીધો હતો પંચાસર ગામે તલવાર રાસ રજુ કરનાર રાજપૂત સમાજની ૨૫ દીકરીઓ રાજપૂત સમાજ દ્વારા આયોજિત શરદ પુનમ કાર્યક્રમમાં પણ તલવાર રાસ રજુ કરતી હોવાની માહિતી મળી છે

તલવાર રાસનો અદભુત વિડીયો…..

Comments
Loading...
WhatsApp chat