મોરબીના ચિત્રાનગરની મહિલાઓ પાણી અને ગટરના પાણી મુદે પાલિકા કચેરી પહોંચી

જોકે પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના મળ્યા, કર્મચારીને રજૂઆત કરી

        મોરબીના ચિત્રાનગર વિસ્તારમાં પીવાના પાણી તેમજ ગટરના પાણીના નિકાલના મુદે મહિલાઓ પાલિકા કચેરી દોડી ગઈ હતી જોકે પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોવાથી કર્મચારીને રજૂઆત કરવામાં આવી હતી

        મોરબીના વિવિધ વિસ્તારમાં પાયાના પ્રશ્નો હજુ પણ ખદબદે છે જેમાં શનાળા રોડ પરની ચિત્રાનગરની મહિલાઓ આજે પીવાના પાણી અને ગટરના પાણીના નિકાલ મુદે રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચી હતી જ્યાં રાબેતા મુજબ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર હતા નહિ અને પોતાના પ્રશ્નો લઈને આવેલી મહિલાઓમાં રોષ છવાયો હતો અને મહિલાઓએ નાછૂટકે પાલિકાના કર્મચારીને રજૂઆત કરવાની ફરજ પડી હતી તે ઉપરાંત લાયન્સનગર વિસ્તારમાં લાંબા સમયથી સમસ્યાઓ હોય જે અંગે પણ વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ રજૂઆત કરી હતી   

Comments
Loading...
WhatsApp chat