Billboard ad 1150*250

મોરબીના સર્કીટ હાઉસ પાછળથી મહિલાનો સળગાવેલો મૃતદેહ મળ્યો

0 153
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

હત્યા કે પછી અન્ય કાઈ, પોલીસની ટીમો દોડી ગઈ

        મોરબીના સામાકાંઠે આવેલા સર્કીટ હાઉસ નજીક એક અજાણી મહિલાનો સળગેલો મૃતદેહ હોવાની માહિતીને પગલે પોલીસની ટીમો દોડી ગઈ હતી અને બનાવની સઘન તપાસ ચલાવી છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમો સ્થળ પર દોડી ગઈ હતી ગંભીર ઘટનાને પગલે ડીવાયએસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને બનાવ અંગે તપાસ ચલાવી છે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મૃતક મહિલા પરપ્રાંતીય હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જોકે મહિલાની હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવી દેવાયો છે કે પછી અન્ય કોઈ બનાવ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat