


મોરબીમાં આસ્થાના પ્રતિક સમાન ધકાકાવાળી મેલડી મંદિરે દર્શન માટે જતી મહિલાને બાઈકના ચાલકે ટક્કર મારતા મહિલાને ઈજા પહોંચી છે.
મોરબીની ફૂલછાબ કોલોનીના રહેવાસી મંજુબેન ધીરૂભાઈ કોળી (ઉ.વ.૪૫) વાળી મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે પોતાના સ્કૂટી નં જીજે ૦૩ સીએસ ૮૯૭૧ પર ધક્કાવાળી મેલડી મંદિર દર્શન માટે જતા હતા ત્યારે મંદિર નજીક મોટરસાયકલ નં જીજે ૩૬ એ ૩૧૫૫ ના ચાલકે સ્કૂટીને ટક્કર મારતા તેણે ઈજા પહોંચાડી છે પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

