Billboard ad 1150*250 Billboard ad 1150*250

પતિની મારકૂટનો ભોગ બનેલી મહિલાને ૧૮૧ ની ટીમે ઉગારી લીધી

મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમ મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની રહે છે અને મહિલાઓને મુશ્કેલીમાંથી ઉગારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે ત્યારે તાજેતરમાં એક મહિલા પતિની મારકૂટનો ભોગ બનેલી હોય જેને ઉગારી લઈને તેના માતાપિતાને સોપવામાં આવી છે.

૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમને કોલ આવ્યો હતો જેમાં એક બહેન મળી આવ્યા હોય જેની પાસે દોઢ વર્ષનું બાળક પણ સાથે હોવાની માહિતી મળતા ૧૮૧ ટીમના જાગૃતિબેન મકવાણા અને પાયલોટ દિલીપભાઈ ડોબરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહિલા છોટા ઉદેપુરના હોવાની માહિતી મળી હતી

તેમજ મહિલાએ લવમેરેજ કર્યા હોય જોકે તેના પતિ દ્વારા મહિલાને છેતરવામાં આવી હતી અને પતિના લગ્ન પહેલા થઇ ગયા હતા આ બાબતથી મહિલા અજાણ હોય જેને આજે પતિએ ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી અને ૧૮૧ ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવારની માહિતી આપી હતી જોકે તે પતિ વિરુદ્ધ તે કેસ કરવા માંગતા ના હોય જેથી મહિલાને તેના માતા પિતા અને બહેનના સસરાને સોપવામાં આવી હતી આમ પતિની મારકૂટનો ભોગ બનેલી પરિણીતાને ઉગારી લઈને નવજીવન આપ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat