


તા.૩૦ના રોજ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા અનસોયાબેન રમેશભાઈ પાડિયા (ઉ.વ.૩૫) અને તેના પતિ રમેશ ઉકાભાઈ પાડિયા (ઉ.વ.૪૦) એ પતિ પત્ની વચ્ચે મોડી રાત્રીના માથાકૂટ થવા પામી હતી. પતિ પત્ની વચ્ચે થતા ઝઘડા જેવો જ ઝઘડો આ દંપતી વચ્ચે થયો હતો જોકે આ ઝઘડામાં અતિ ક્રોધે ભરાઈ ગયેલા રમેશ પાડિયાએ મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને તીક્ષ્ણ હથિયારના ઘા પત્ની અનસોયાબેનને માથામાં ઝીંકી દીધા હતા તેમજ ધોકા વડે પણ પ્રહારો કરતા પત્નીએ દમ તોડ્યો હતો જે ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઇન્સ્પેકટર બી.ડી. વાઢીયા અને પીએસઆઈ ચંદ્રકાંત શુક્લ સ્થળ પર દોડી ગયા હતા અને હત્યાના બનાવ અંગે વધુ તપાસ ચલાવી હતી બનાવ અંગે હળવદ પી.આઈ.બી.ડી. વાઢીયા સાથે વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે ધણાદ ગામની સીમ વિસ્તારમાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની વધુ પુછપરછ પોલીસ કરી રહી છે.