


ટંકારા પંથકની રહેવાસી મહિલા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના સજ્જનપર ગામના શારાદાબેન હંસરાજભાઈ દેથરીયાએ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા ટંકારા પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે