પત્નીએ પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની નોંધાવી ફરિયાદ

મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ અવારનવાર ઝધડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે.

 

મળતી વિગત મુજબ મોરબીના કુલીનગર-૨માં આવેલ હુશેન ઘાટીની બાજુમાં રહેતી નરસીનબહેન સુભાનભાઈ જામ(ઉ.૩૫)એ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન થયાના સમયથી અવારનવાર તેના પતિ સુભાનભાઈ હૈદરભાઈ જામ તેણી સાથે ઝધડો કરી ગાળો આપીને મારમારતા અને અવારનવાર ઘર કામ બાબતે મેણા-ટોણા મારીને શારીરિક-માનસિક ત્રાસ આપીને મારકૂટ કરતા અને બાદમાં જાનથી મારી નાખવાની ઘમકી આપીને ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ નોંધાવી છે.મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat