પતિના આડા સંબધથી કંટાળી પત્નીનો આપધાત, પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

હળવદ તાલુકાના ચુપણી ગામે બે દિવસ પૂર્વે જાત જલાવી આપઘાત કરી લેનાર પરિણીતાના પિતાએ પોતાના જમાઈ દ્વારા અન્ય સ્ત્રી સાથે સંબંધો રાખવામાં આવતા હોવાથી તેમની દીકરીએ કંટાળી આપઘાત કર્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે.

હળવદના ચુપણી ગામે બે દિવસ પૂર્વે હેતલબેન અનિલભાઈ (ઉ.૨૪) નામની પરિણીતાએ પોતાના ઘરે બાથરૂમમાં કેરોસીન છાટી આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી હતી.આ મામલે હેતલબેનના પિતા જીવણભાઇ છગનભાઇ પરમારએ પોતાના જમાઈ અનીલભાઇ ગોવિંદભાઇ મકવાણા વિરુદ્ધ પોતાની દિકરી હેતલબેનને તેના પતિએ લગ્ન બહારના જાતીય સબંધ રાખી મરણજનાર સાથે કોઇ વ્યવ્હારીક સબંધ નહી રાખી, નાની નાની બાબતે મેણા ટોણા મારી ત્રાસ આપી મરી જવા મજબુર કરી હોવાની ફરિયાદ પરિણીતાના પિતા જીવણભાઈએ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat