વાંકાનેર પોલીસે એક વષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

મોરબી જીલ્લા એસપી તરીકે ચાર્જ સાંભળ્યા બાદ કરણરાજ વાઘેલાની સુચનાથી જીલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ રહી છે ત્યારે વાંકાનેર પોલીસે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરતી હોય જે દરમિયાન એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.

મોરબી જીલ્લા એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન અને ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી વાંકાનેર સીટી પીઆઈ બી.ટી. વાઢીયા તેમજ સીટી પોલીસના નરશીભાઈ પારઘી, રાજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરતી હોય ત્યારે વાંકાનેર સીટીમાં અપહરણ સહિતના ગુન્હાઓમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી હરેશ હરસુખભાઈ હળવદીયા રહે. મોરબી લાયન્સનગરવાળાને વઘાસીયા ટોલનાકા પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat