

વાંકાનેર પાલિકા દ્વારા આજે પાણીની લાઈનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં હાઈવે પર આવેલ એક હોટલમાં અનઅધિકૃત રીતે પાણીની લાઈન લઇ ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેનું કનેક્શન પાલિકા દ્વારા કાપી નાખવામાં આવ્યું છે.
અગાઉ મોરબી નગરપાલિકામાં ફરજ બજાવી ચુકેલા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા થોડો સમય સુરેન્દ્રનગરમાં બદલી પામ્યા બાદ ફરી મોરબી જીલ્લાના વાંકાનેર નગરપાલિકામાં હાલ તેઓ ચીફ ઓફિસર તરીકે કાર્યરત છે.જેમાં આજે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતની ટીમ મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ આશીર્વાદ હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં તેને ગેરકાયદેસર કનેક્શન લઇ પાણી લેવામાં આવતું હતું જે કનેક્શન આજ રોજ કાપી નાખવામાં આવ્યું હતું.તેમજ હોટલને લેખિતમાં નોટીસ આપી હતી કે હવે ગેરકાયદેસર કનેક્શન લેશો તો નગરપાલિકાની પીવાના પાણીની લાઈનને નુકશાન કરવા સબબ તથા ગેરકાયદેસર નળ કનેક્શન થી પાણી ચોરી અંગે કાયદેસરની કાનૂની અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ચીફ ઓફિસર સાથે વાત-ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે જે આસામીઓએ આવા અનઅધિકૃત પાણીની લાઈનો લીધી હશે તેની સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે