


વર્તમાન સમયમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું જાય છે.દિવસે ને દિવસે બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલવાનો ક્રેઝ વધતો જાય છે.સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે.સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ પૂરતી ભૌતિક સુવિધાઓ અને સક્ષમ અને ક્વોલિફાઈડ શિક્ષકો છે અને ગુણવતા સભર શિક્ષણ આપવામાં આવે છે.છતાં પણ એક પ્રકારના ખાનગી શાળા પ્રત્યેના પ્રવાહના કારણે વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે મોકલે છે.
આવી સ્થિતિ વચ્ચે મોરબી તાલુકાના હરિપર -કેરાળા ગામના ગ્રામજનોએ ગામના તમામ બાળકોને ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવાનો અને ખાનગી શાળામાં જતા તમામ બાળકોને આગામી શૈક્ષણિક સત્રથી ગામની જ શાળામાં દાખલ કરવાનો અનોખો સંકલ્પ કર્યો હતો.તો હવે ધીમે ધીમે અન્ય ગામોપણ આ સંકલ્પમાં જોડતા જાય છે.
હરીપર(કેરાળા) ગામના ગ્રામજનો બાદ હવે હળવદના ટીકર(રણ) ગામમાં રાત્રીના ૮ વાગ્યે એક મીટીંગનું આયોજન થયું હતું.જેમાં ગામના તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી અને ગામના તમામ બાળકોને ગામની જ સરકારી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરાવવાનો અનોખો સંકલ્પ લીધો છે. જો દરેક ગામમાં આવો સંકલ્પ લેવાય તો દરેક સરકારી શાળા ઓનું શિક્ષણ સ્તર ઉંચુ આવી શકે છે.જેથી સરકારી શિક્ષણ શાળાઓની સ્થિતી પણ સુધરી શકે છે.\

