મોરબીના વાંકડા ગામમાં ગાયો માટે ઘાસચારાની અછત ના થાય તે માટે ગ્રામજનોએ કર્યું કઈક આવું….

વરસાદ ખેંચતા ઘાસચારાની અછત ના થાય તે માટેનો સેવાયજ્ઞ

ચાલુ વર્ષે ચોમાસામાં મોરબી અને આસપાસના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે જેથી માલધારીઓ પશુઓના ઘાસચારાની ચિંતામાં પડ્યા છે ત્યારે મોરબી નજીકના વાંકડા ગામમાં આવેલી ગૌશાળાની ગાયોને ઘાસચારાની અછત ના સર્જાય તે માટે ગામના યુવાનો અને વડીલોએ સેવાયજ્ઞ શરુ કર્યો છે.

વરસાદ ખેંચાતા તેમજ પ્રથમ રાઉન્ડમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની અછત વર્તાઈ રહી છે અને મોરબી નજીકના વાંકડા ગામમાં આવેલી વચ્છરાજ ગૌ શાળામાં ૪૫ ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે વચ્છરાજ ગ્રુપ દ્વારા ગાયોને ઘાસચારાની તંગી ના સર્જાય તે માટે આગોતરા પગલા ભરવાનું શરુ કર્યું છે ગામના યુવાનો અને વડીલો સાથે મળીને જાતે ખેતરમાંથી લીલું ઘાસ લઇ આવી ગૌશાળામાં શક્ય તેટલો સ્ટોક એકત્ર કરે છે

હાલ ગૌશાળામાં ઘાસચારો પૂરતા પ્રમાણમાં છે અને અછતની કોઈ સ્થિતિ નથી પરંતુ ઘાસચારાની અછત ના સર્જાય તે માટે ગામના યુવાનો અને વડીલોએ સેવાયજ્ઞ શરુ કર્યાની માહિતી ગામના યુવાન ઉત્તમભાઈ વડગાસીયા પાસેથી પ્રાપ્ત થઇ છે અને વાંકડા ગામના લોકોના ગૌપ્રેમની ઝલક પણ આ કાર્યમાંથી જોવા મળી રહી છે

Comments
Loading...
WhatsApp chat