Billboard ad 1150*250 Billboard ad 1150*250

પાનેલી ગામે તળાવ ઊંડું ઉતાર્યું, કામગીરીથી ગ્રામ પંચાયત જ અજાણ

સરપંચ કે તલાટીને ખબર જ નથી ૧૧.૭૪ લાખના ખર્ચની

સિંચાઈ વિભાગ મોરબી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માં તળાવ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હોય જેમાં પાનેલી ગામમાં તળાવ ઊંડું ઉતાર્યાની કામગીરીથી ગામના સરપંચ અને તલાટી જ અજાણ છે તો ૧૧.૭૪ લાખનો ખર્ચ થયો તે પણ ખબર ના હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પાનેલી ગ્રામ પંચાયતના સરપંચને પત્ર લખ્યો છે જેમાં ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ રૂ. ૧૧.૭૪ લાખના ખર્ચ થયો છે તે ખર્ચ ખરેખર થયો છે કે કેમ ? તેનો વિગતવાર અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે તો આ મામલે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી જ આ ખર્ચથી અજાણ છે અને સાંસદનો પત્ર મળ્યા બાદ તેને તળાવ ઊંડું ઉતારવાની કામગીરી અંગે જાણવા મળ્યું હતું તેમજ ગામમાં તળાવની કોઈ કામગીરી પણ થઇ ના હોય તો ખર્ચ કોને ચોપડે ચડાવી દીધો તે તપાસનો વિષય છે

અગાઉ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીમાં ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપો થયા હતા તો આ પ્રકારના કિસ્સા પણ સામે આવી રહ્યા છે આ મામલે ગામના તલાટી મંત્રી રામાનુજ ભાઈ સાથે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તળાવ કામગીરી બાબતે તેઓ અજાણ છે અને કોઈ જાતની માહિતી તેમની પાસે નથી

Comments
Loading...
WhatsApp chat