


ઉનાળાના આકરા તામાં મોરબી જીલ્લાના છેવાડે આવેલું વાંકાનેર તાલુકાના રંગપર ગામમાં એક માસથી પીવાના પાણીનો પ્રશ્ન છે અને તંત્રને અનેક રજુઆતો છતાં સ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે ત્યારે આજે મહિલાઓની ધીરજ ખૂટી પડી હતી અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો.
મોરબી જીલ્લાના છેવાડે આવેલું વાંકાનેર તાલુકાનું રંગપર ગામ છેલ્લા એક માસથી તરસ્યું છે આ ગામમાં ૫૦૦ માણસોની વસ્તી છે તેમજ ૧૦૦૦ જેટલા માલઢોર છે પરંતુ પીવાના પાણીની તંગીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે છેલ્લા એક મહિનાથી પાણી મળતું નથી આમ તો ગામમાં નર્મદાની પાઈપલાઈન છે પરંતુ પાઈપલાઈન મારફત પાણી મળતું નથી તો ગામનો કુવો કેટલાય દિવસથી ખાલી થઇ ગયો છે ત્યારે મહિલાઓ અને માલધારીઓ મુશ્કેલીમાં દિવસો વિતાવી રહ્યા છે જેની ધીરજ આજે ખૂટી જતા મહિલાઓએ બેડા અને માટલા તોડી વિરોધ દર્શાવ્યો હતો.
વાંકાનેર તાલુકાનું રંગપર ગામમાં વધુ પડતી માલધારીઓની વસ્તી છે ગામની વસ્તી નાની હોય પરંતુ સાથે પશુઓની સંખ્યા સારી એવી છે તો આવી કાળઝાળ ગરમીમાં માલધારીઓ પરેશાન છે જયારે ગામની અન્ય મહિલાઓ જણાવે છે કે બાળકોને સાચવવા કે બે બે કિલોમીટર સુધી પાણી ભરવા જવું તેનથી કંટાળી ગયા છે અને પીવાના પાણી મામલે તંત્ર કાઈ કરતુ નથી
તો સ્થાનિક તંત્રને રજૂઆત કરી છે પરંતુ જરૂરત પડ્યે ઉપર સુધી જશે અને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. જયારે મામલતદાર ચાવડાએ જણાવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆત પાણી પુરવઠા બોર્ડમાં પહોંચાડી યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.

