મોરબીના મોડપર ગામના યુવાને વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગ્લોબલ વોમીંગ સામે લડવા માટે જાગૃતતા જોવા મળી રહી છે અને હવે શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ પ્રવૃતિઓ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે આજે મોરબીના યુવાને પોતાના જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

        મોરબીના મોડપર ગામના રહેવાસી કગથરા ચિરાગ અશોકભાઈનો આજે જન્મદિવસ હોય જે પ્રસંગની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી વીસીસી કલરના સંચાલક ચિરાગભાઈએ પોતાની ફેક્ટરીમાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને લોકોને પણ પર્યાવરણ બચાવો અને વધુને વધુ વૃક્ષો વાવો તેવો સંદેશ આપ્યો હતો

Comments
Loading...
WhatsApp chat