ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ, માતાએ ફરિયાદ નોંધાવી

           મોરબી પંથકમાં દુષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં વધુ એક સગીરાને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

        મોરબીના વાવડી રોડ વિસ્તારની રહેવાસી સગીરાને ધમકીઓ આપીને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી પ્રકાશ પીન્ટુ મીરાણી રહે. મોરબી વાળો શખ્શ ૧૭ વર્ષની સગીરા સાથે બળજબરી કરીને તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરી છે. એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat