


મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતી તરુણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે પોલીસે તરુણીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના વિસીપરામાં આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા નાનજીભાઈ ભરવાડની ૧૪ વર્ષની દીકરી નીતાબેન ભરવાડ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે મામલે તપાસ ચલાવતા મનસુખભાઈ દાફડા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તરુણીને માનસિક બીમારી હોય અને આવું પગલું ભરી લીધું હોય તેમ પ્રાથમિક તારણમાં જણાઈ આવે છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

