મોરબીમા આયુ ગર્ભા દ્વારા વિનામુલ્યે શાસ્ત્રોક્ત ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો.

મોરબી ના ઈતિહાસ મા સૌપ્રથમ વખત આયુ ગર્ભા દ્વારા વિનામુલ્યે ગર્ભસંસ્કાર સેમિનાર નુ આયોજન ધનવંતરી ભવન ૧-૩ કાયાજી પ્લોટ, મહેશ હોટલ સામે ની શેરી ખાતે કરવા મા આવ્યુ હતુ. તે અંગે ઓમ આયુ ગર્ભા ના ડો. દર્શની બેન કડીવારે જણાવ્યુ હતુ કે આધુનિક સમય મા દરેક માતા પિતા એક અથવા બે બાળક જ ઈચ્છે છે તે ઉપરાંત પોતાનુ બાળક તેજસ્વી બને તેવી અપેક્ષા દરેક ને હોય છે. માતા પિતા ની અપેક્ષા મુજબ નુ બાળક મેળવવા નો વૈજ્ઞાનિક ઉપાય છે

ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કાર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે તે ૧૬ સંસ્કાર મા ના એક સંસ્કાર છે જે બાળક ને માતા ના ઉદર માંથી જ પ્રાપ્ત થાય છે. આ સેમિનાર મા માતા તથા ગર્ભસ્થ શિશુ ના સંપૂર્ણ વિકાસ માટે આહાર, વિહાર, પ્રાણાયામ, યોગા, વિચારો, ક્રિએટીવ એક્ટીવિટી, શાસ્ત્રોક્ત સંસ્કારો સહીત ની બાબતો વિશે વિનામુલ્યે માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ.

જેમા ડો. આનંદ દવે( એમ.ડી. આયુર્વેદ), ડો. હીના મોરી ( માસૂમ હોસ્પીટલ- મોરબી), ડો. દર્શની કડીવાર (આયુ ગર્ભા- મોરબી), ડો. હર્ષા મોર સહીત ના તબીબો એ માર્ગદર્શન આપ્યુ હતુ.. આ સેમિનાર મા બહોળી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat