



સમગ્ર રાજ્ય સાથે આજે મોરબીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર ફરી વરસી હતી અને આજે સવારથી મોરબી જીલ્લામાં મેઘમહેર શરુ થઇ હતી જે મેઘસવારી બપોર સુધી અવિરત ચાલી રહી છે
મોરબી જીલ્લામાં ધીમી ધારે આવેલી મેઘાની અવિરત મહેર બપોર સુધી ચાલુ છે જેમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૯ મીમી, વાંકાનેરમાં ૧૯ મીમી, હળવદમાં ૪૨ મીમી, માળિયામાં ૨૫ મીમી અને ટંકારામાં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે તો મેઘાની મહેરને પગલે નગરજનોથી લઈને ખેડૂતો સુધી ખુશીની લહેર જોવા મળી રહી છે



