



લોખંડી પુરુષ અને અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એકતાના સંદેશ સાથે એકતા રથનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં બે તબક્કામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
એકતા રથનું આજે મોરબીમાં સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ કે જાડેજાના હસ્તે ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લામાં બે તબક્કામાં એકતા રથ પાંચ તાલુકામાં ફરશે જેમાં પ્રથમ તબક્કામાં મોરબી અને વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથ ફરીને એકતાનો i સંદેશ આપશે તે ઉપરાંત વિવિધ ગામોમાં સરદાર પટેલના જીવન આધારિત ફિલ્મો બતાવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્ય અંગે માહિતગાર કરવામાં આવશે એકતા યાત્રાના પ્રસ્થાન સમયે માજી પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડીયા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને જિલ્લા કલેકટર આર જે માકડીયા , ડી.ડી.ઓ ખટાણા , જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા સહિતના અગ્રણીઓ રહ્યાં હતા



