હાઇવે પર ટ્રક ઘેટા-બકરાઓ પર ફરી વળ્યો, ૮ ઘેટા-બકરાના મોતથી અરેરાટી

અન્ય કેટલાક પશુઓ ઘાયલ, ટ્રક ચાલક સામે રોષ

મોરબી-માળિયા હાઇવે પર આજે વહેલી સવારના સમયે એક ટ્રક ચાલકે ત્યાંથી રોડ ક્રોસ કરતા ઘેટા બકરાને અડફેટે લેતા આઠથી વધુ ઘેટાં બકરાના મોત નિપજાવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબી-માળિયાના હાઇવે પર આજે વહેલી સવારે છ વાગે એક ટ્રક કચ્છથી મોરબી તરફ આવતો હતો ત્યારે ઉમિયા હોટલ પાસે ભરવાડ યુવાન પોતના ઘેટા બકરાને રોડ ક્રોસ કરાવતો હતો તે વેળાએ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આઠથી વધુ ઘેટા બકરાના માથે ટ્રક ફરી વળતા તેના મોત નીપજ્યા હતા

અને બીજા પશુઓને ઈજા થઇ હતી એટલે હાઈવે પર પશુઓના મૃતદેહ જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટીમ દોડી ગઈ હતી અને લોકોએ ટ્રક ચાલકને લઇને બી-ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Comments
Loading...
WhatsApp chat