Billboard ad 1150*250

ટ્રકની સાઈડ કાપવા મામલે ટ્રક ચાલકને છરીના ઘા ઝીંક્યા

0 459
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માળિયા નેશનલ હાઈવે પર ટ્રકની સાઈડ કાપવા બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાનને છરીના ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જે મામલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત મુજબ દ્વારકા રહેતા જીવાભાઈ દેવાભાઈ ગમારા તથા ઈજા પામનાર મનોજભાઈ ભોજાભાઈ સોલકીને આ કામના આરોપી ડમ્પર ટ્રક જીજે ૩૬ ટી ૯૭૭૮ ના ચાલક સાથે ટ્રકની સાઈડ કાપવા બાબતે બોલાચાલી થયેલ તે બાબતનો ખાર રાખી ફરિયાદી જીવાભાઈ તથા સાહેદ મનોજભાઈ માળિયા હાઇવે પર આવેલ વિશાલા હોટલ પાસે હોય દરમિયાન આરોપી ડમ્પર ટ્રક જીજે ૩૬ ટી ૯૭૭૮ ના ચાલકે ફોન કરી મોટર સાઈકલ વાળાને બોલાવી ફરિયાદી જીવાભાઈ તથા સાહેદ મનોજભાઈને મોટરસાઈકલ જીજે ૧૦ બીએચ ૫૦૪૭ મા આવેલ બે શખ્સોએ મનોજભાઈને છરીના પેટના ભાગે તથા ખાંભાના ભાગે તથા હાથમાં માર મારી ગંભીર ઈજા પહોચાડી હોવાની ફરિયાદી જીવાભાઈ દેવાભાઈ ગમારાએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat