


મોરબી આંબાવાડી તાલુકા શાળા ખાતે બી.આર.સી. ના સહયોગથી તાલુકા કક્ષાના ગણિત, વિજ્ઞાન તથા પર્યાવરણ ની વિવિધ બાબતો ને લગતુ પ્રદર્શન યોજાયુ છે જેમાં મોરબી ઓમ વિંધ્યા વાસિની તથા પ્રભાબેન પટેલ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓએ મુલાકાત કરી હતી.
બી.એડ. ના તાલીમાર્થીઓ જે ભવિષ્યમા શિક્ષણ વ્યવસાય સાથે જોડાશે તેઓમા વિજ્ઞાન અને ગણિત વિષયોની વિવિધ તલસ્પર્શી બાબતોનુ માર્ગદર્શન મળી રહે તે હેતુસર આ મુલાકાત યોજવામા આવી હતી. આ તકે સંસ્થાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, કેતનભાઈ જોશી, ભરત ભાઈ વલોણ, શૈલેષભાઈ વિરમગામા, ભગીરથસિંહ ઝાલા, નિતાબેન દવે અઆને નીર્મીતભાઈ કક્કડ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.