મોરબીના લાલપર નજીક ટ્રેલર કેનાલમાં ખાબક્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

મોરબીના લાલપર નજીક એક ફેક્ટરીમાંથી એક ટ્રેલર બહાર નીકળતા સમયે  કેનાલમાં ખાબક્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા જમા થયા હતા. જોકે બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

મળતી વિગત મુજબ મોરબીના લાલપર નજીક આવેલી એક સિરામિક ફેક્ટરીમાંથી એક ટ્રેલર માલ ખાલી કરીને બહાર નીકળી રહ્યું હતું ત્યારે ડ્રાયવરની ગફલતથી ટ્રેલર વણાંક લેવાને બદલે સીધો કેનાલમાં ખાબકયું હતું. કેનાલમાં હાલ પાણી વહી રહ્યું હોવાથી ટ્રેલર અડધા જેટલું ડૂબી ગયું હતું. જો કે ડ્રાયવર અને ક્લીનર ઝડપથી કેનાલના કાંઠે આવી જતા બન્નેનો બચાવ થયો હતો. બનાવ બાદ મોટી ક્રેન દ્વારા ટ્રેલરને કેનાલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું છે.ટ્રેલર કેનાલમાં ખાબક્યાની જાણ થતા આસપાસના લોકો એકઠા થયાં હતા

Comments
Loading...
WhatsApp chat