


મોરબી વાંકાનેર હાઈવે પર એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની આયુષ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ કાન્તીભાઈ પંચાલ (ઉ.વ.૩૧) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે ટ્રેલર નં આરજે ૩૭ જીએ ૫૨૪૯ ના ચાલકે ટ્રેલર પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ફરિયાદીની એમ્બ્યુલન્સ ઇકો કાર નં જીજે ૦૩ બીટી ૨૬૭૫ ને પાછળના ભાગમાં ભટકાડી એમ્બ્યુલન્સના ચાલકને હાથે અને કમરના ભાગે ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે. તાલુકા પોલીસે અકસ્માત અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.